Saturday 6 June 2015

Mafat Ma Lion-Safari



મુંબઈની લોકલમાં વેડફાતા સમયનો સદ્ઉપયોગ કરવા માટે ગીરમાં સિંહ વસ્તી ગણતરી( Lion Census Estimation)નાં પ્રેસ-બ્રિફીંગ દરમ્યાન આપેલાં એક માહિતી પુસ્તકના પાના ફેરવતો હતો ત્યારે અમારા એક સાથી કર્મચારી ખુશ થઈને એવી કોમેન્ટ્સ કરી કે તમને વાઇલ્ડ લાઇફનો ઘણો શોખ છે. મે અગાઉ બે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. તેવી તેને ખબર હતી ત્યારે મે તેનું શ્રેય મારા એક ફોટોગ્રાફર મિત્રને આપતા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હું તો માત્ર તેની પાછળ પાછળ જતો હતો. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાના સફળ નિષ્ફળ પ્રયત્નોને કારણે  ધીમે-ધીમે આ બધી પ્રવૃત્તીમાં રસ કેળવાયો હતો. આદિવાસીઓની લુપ્ત થતી લાકડામાંથી માસ્ક બનાવવાની કળા(Vanishing Mask), ગીધ ખાના અર્થાત (vulture restaurant) જેવી ફિલ્મો કે પછી નવી મુંબઈમાં આવતા ફલેમીન્ગો જોવા માટે કરવી પડી હતી. એ બધાની સરખામણીમાં ગીરના સિંહ જોવાની મારી ઇચ્છા બહુ ઝડપથી પૂરી થઈ હતી.
ગુજરાતના સિંહને મધ્યપ્રદેશમાં નહિ મોકલીએ એવા તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હઠ અને ત્યારબાદ ઉઠેલા વિવાદને કારણે મને જંગલમા જઇને સિંહ જોવાની ઇચ્છા થઈ હતી. વળી મારા સદનસિબે આ વર્ષે સિંહની વસ્તી ગણતરીનો કાર્યક્રમ હતો તેથી અજાણતામાં  મજા બેવડાઈ હતી. મે મહિનાની ગરમીમાં સિંહ જોવાનો કાર્યક્રમ બનાવ્યો હતો તેથી હેરાન થઇશું એવી ખાતરી તો હતી . તેથી પત્નીએ પહેલીથી ખાંસ કંઈ ઉત્સાહ બતાવ્યોનહોતોપતિ ખુશ થતો હોય તેવી પ્રવૃત્તીમાં ઉત્સાહ બતાવે તો તે પત્ની થોડી કેહવાય.પરંતુ મારા ઉત્સાહને જોઇને ચૂપ હતી.
અમરેલીનાં ધારીમાં રહેતા મારા સાઢુભાઇ પણ ઘણી વખત બોલાવતા હતા.તેથી ત્યા જવાનો કાર્યક્રમ ઘઢી કાઢ્યો. એમની સલાહને અવગણીને બસને બદલે ટ્રેનમાં જવાનો નિર્ણય લીધો. એમાં ઉંધો પડ્યો.સુરતથી મહુવા જતી ટ્રેન સાવરકુંડલા બપોરે ત્રણને બદલે છેક  વાગ્યે પહોંચી. જાણે ભઠ્ઠીમાં બેસીને આવ્યા હોય એવું લાગ્યું. મોડુ થઈ ગયું હોવાથી સાવરકુંડલાથી ધારી જવાની કોઈ બસ પણ નહોતી. તેથી ચલાલા જવાની બસ પકડી અને ત્યાંથી અમને લેવા માટે સાઢુ ભાઈ પોતાની કાર લઇને આવ્યા. આમ અમે સાડા આઠ વાગ્યે ધારી પહોંચ્યા.
ટ્રેનમાં લાગેલી ગરમીને કારણે માઇગ્રેન શરૂ થયું તેવી પત્નીની સતત ફરિયાદ મુંબઈ આવ્યા બાદ પણ મારે મહિનાઓ સુધી સાંભળવી પડી હતી. જો કે અસહ્ય ગરમીની અસર મારા પર પણ પડી હતી. તેથી ધારી ગયા બાદ બીજો દિવસ ઘરમાં  પડી રહ્યો.સતત 14 વર્ષથી એ.સી. ઓફિસમાં કામ કરવાને કારણે મારી હાલત પણ ગરમીમાં કંઈ સારીનહોતીધારીથી જૂનાગઢ, દ્વારકા અને દીવ જવાના કાર્યક્રમ પત્નીએ ગરમીને કારણે રદ કરી નાંખ્યા. મારો પણ તેની સામે કોઈ વિરોધ નહોતો. કારણ કે આવી ગરમી સામે મારા પણ બાર વાગી ગયા હતા.એક માત્ર સિંહ જોવાનો કાર્યક્રમ યથાવત રહ્યો હતો. જેની માટે મે થોડી દોડધામ શરૂ કરી હતી. એવામા મારા મુંબઈના પત્રકાર મિત્રએ મને બીજા દિવસે ગીરમાં સિંહ વસ્તી ગણતરીના પ્રેસ-બ્રિફીંગ અંગે માહિતી આપી. હું આ અંગે સાવ અજાણ હતો તેથી હું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર થયો. જો પ્રેસ-કોન્ફરન્સમાં સિંહ જોવા ન મળ્યાં તો જાતે  જીપમાં બેસીને સિંહ જોવા જઈશ તેવું મનમાં વિચાર્યુ હતું.
ધારીથી સાસણગીર જવા માટે મીટરગેજ ટ્રેન દોડે છે તેની માહિતી પણ મને મારા મુંબઈના પત્રકારે આપી હતી. કારણકે મારા સાઢુભાઇ થોડા સમય પહેલા  ત્યાં સરકારી નોકરીને કારણે બદલી થઈને આવ્યા હતા તેથી તેમને આ વાતની ખબર નહોતી. સૌરાષ્ટ્ર જતા પહેલા મે લાયબ્રેરીમાંથી વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડના જીવન કાર્ય અંગેનું પુસ્તક વાંચવા માટે લીધુ હતું. જેમાં અમરેલી જિલ્લો તેમના  રાજ્યનો એક ભાગ હતો અને એમણે પોતાના રાજ્યમાં રેલવે સેવા સારા પ્રમાણમાં શરૂ કરાવી હતી તેથી  કદાચ આ રેલ હશે તેમ મે મારી રીતે અંદાજ બાંધ્યો હતો. સવારે આઠ વાગે ત્યાંથી ટ્રેનમાં બેઠો. પ્રેસ-બ્રિફીંગ તો બપોરે ત્રણ વાગે હતું પણ મારે તો સિંહ જોવા હતા તેથી હું વહેલો નીકળ્યો. સિંહની વસ્તી ગણતરીને કારણે ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. એવું મે ત્યાંના સ્થાનિક પેપરોમાં વાંચ્યું તેથી મને એવું લાગ્યું કે મારો સિંહ દર્શનનો કાર્યક્રમ પણ કદાચ નિષ્ફળ જશે જો કે મારા મુંબઈના પત્રકાર મિત્રએ મને જણાવ્યું હતું કે પ્રેસ-બ્રિફીંગ બાદ પત્રકારોને કદાચ જંગલમાં લઇને વસ્તી ગણતરીની પ્રક્રિયા અંગે સમજ આપશે. સવારે દસ વાગે સાસણ ગિર સ્ટેશને ઉતર્યો. રસ્તામાં  ટ્રેનમાં જંગલના હરણો નજરે પડ્યા હતા. સામાન્ય રીતે મીટર ગેજ ટ્રેન ખાલી  હોય છે. પરંતુ એક દિવસ પહેલા  એસ.ટી બસોની હડતાળ હોવાને કારણે ટ્રેનમાં સામાન્ય કરતા વધુ ભીડ હતી.
  
રાજ્ય સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્મિત ‘સિંહસદન સ્ટેશનની એકદમ નજીક હતું. ત્યાં પહોચ્યો તો ભારે ભીડ હતી. મને થોડી નવાઇ લાગી. મને એક કર્મચારીએ ગીર લર્નિગ સેન્ટરમાં જઇને ફ્રેશ થઈ જવા માટે કહ્યું. ત્યાં એક મોટી ડોરમેટરી હતી. જ્યાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સિંહની વસ્તી ગણતરીના કામમાં સહાયક તરીકેની કામગીરી બજાવવા માટે વિવિધ વોલીયેન્ટરો આવ્યા હતા. અમદાવાદથી આવેલા આવા  એક સ્વંયસેવક સાથે મે થોડી ઘણી વાતચિત કરી. સમગ્ર ગુજરાતમાંથી આવા 250 સ્વયંસેવકો આવ્યા હતા. કુલ 4000 લોકોએ આ કામ માટે અરજી કરી હતી. એમાંથી આટલા લોકોની પસંદગી થઈ હતી. આ બધાને 48 કલાક માટે જંગલમાં રેહવાનું હતું. 250 પૈકી ડોક્ટરોને અલગ પાડવામાં આવ્યા એમને આ કામગીરીમાં જોડાયેલા અંદાજે 3000 માણસોના સ્વાસ્થ્ય બગડે નહિ તેની કાળજી રાખવાની હતી. બાકી આ કામમાં જોડાવા માટે એન્જિનિયર, વિવિધ કંપનીના કોર્પોરેટ મેનેજરોવકીલો તથા ટીચરોપણ હતા. 11 વાગ્યાથી આ તમામ વોલન્ટિયર ટ્રેઇનિંગ શરૂ થઈ. મારી પાસે કંઈ કામ નહોતું તેથી હું પણ તેમની સાથે એક હોલમાં ટ્રેઇનિંગ સેશનમાં જોડાયો.
સિંહની વસ્તી ગણતરી
સિંહ તો સિંહ હોય એમને કંઈ રીતે અલગ પાડી શકાય. એમની વસ્તી ગણતરી કંઈ રીતે થઈ શકે. એમને કંઈ આધાર કાર્ડ આપવાના હશે કે કોઈ સરકારી રેશન કાર્ડ શા માટે એમની ગણતરી કરતા હશે. જંગલનો રાજા શું ફોરેસ્ટ અધિકારીઓને પોતાનો ફોટો પાડવા દેશે કે શું  એવા જાત-જાતના સવાલો મનમાં ઘૂમરાતા હતા. મોટા ભાગના ગુજરાતી  હતા તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક યુવાન અધિકારીએ ગુજરાતીમાં  એક પછી એક સ્લાઇડ પડદા પરબતાડવાનું શરૂ કર્યુ. ત્યારે મારી તમામ શંકાઓનું સમાધાન થતું ગયું.  પેહલા તો સિંહ અને સિંહણને કઈ રીતે ઓળખવાનીસિંહણના બચ્ચામાં પણ નર કે માદાને અલગ કઈ રીતે ઓળખવા. દરેક સિંહને તેના ચેહરા પર લડાઈ દરમ્યાન થયેલી ઇજાઓનાં નિશાન,દાંતના રંગ, મૂંછ, કેશવાળીકેશવાળીના રંગસિંહણના સ્તનની ડીંટડીના રંગ, પૂંછની લંબાઇપૂંછના વાળ જેવા અલગ-અલગ નિશાનીઓના આધારે દરેક સિંહને એકબીજાથી અલગ પાડવાના હતા. વળી સિંહ હવે સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં પહોંચી ગયા હતા. તેથી તેમના સ્થળાંતરની પેટર્ન જાણવા માટેપણ વસ્તી ગણતરી જરૂરી હતી. અગાઉ તેના પર રંગ નાંખવામાં આવતા હતા. પરંતુ હવે તેને હાઇ ટેક કેમેરાની મદદથી કરવામાં આવે છે. ત્યાં હાજર રહેલા તમામને પોતાનો પર્સનલ કેમેરો જંગલમાં લઇ જવાનો નહોતોપરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ કર્મચારીને જો હાઇ ટેક કેમેરાની સમજ ન હોય તો તેને મદદ કરવાની હતી. બધાનો બોસ એક અનુભવી ટ્રેકર હતો. તેની આગેવાનીમાં અંદાજે ચારથી પાંચ લોકોની ટીમ હતી. વળી તમામને સૂચના આપવામાં આવી કે કોઈ પણ પત્રકારોને કેટલા સિંહ જોયા તેના માહિતી આપવાની નહોતી. મુખ્ય પ્રધાન એક સપ્તાહ બાદ ત્યાં આવીને કુલ કેટલા સિંહો છે તેના આંકડાઓ બહાર પાડશે
છેવટે સિંહને કારણે આપણે અહિ ભેગા થયા છીએ. તેથી સિંહને જોઈને વધુ પડતા ઉત્સાહમાં ન આવવાની સૂચના આપવામાં આવી કારણ કે કોઈ અનિચ્છનીય ઘટનાથી બચી શકાય. આમ બે કલાકની ટ્રેઇનિંગ પુરી થઈ. 1 વાગ્યો હતો. હજુ પણ મારી પાસે બે કલાકનો સમય હતો. પ્રેસ-બ્રિફીંગ ત્રણ વાગે શરૂ થવાની હતી. લંચ વખતે મને મારો એક જૂનો પત્રકાર મિત્ર મળ્યો. મારી સાથે સુરતમાં એક વર્તમાન પત્ર તથા હૈદરાબાદની ટીવી ચેનલમાં સાથેહતો.અમદાવાદથી એક ચેનલના પ્રતિનિધિ તરીકે તે ત્યાં આવ્યો હતો. લંચ બાદ પત્રકાર મિત્રોએ ત્યાના એક આલીશાન સ્યુટમાં કબજો જમાવ્યો હતો. ‘ખુશ્બુ ગુજરાતકી’ ના શુટીંગ દરમ્યાન અમિતાબ બચ્ચનને અહિં  ઉતારો આપવામાં આવ્યો હતો.ધીમે-ધીમે રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદથી વિવિધ પેપરો તથા ચેનલોના પ્રતિનિધિઓ આ રૂમમાં આવી રહ્યા હતા. આ રૂમના આલીશાન પલંગમાં વિવિધ પોઝમાં ફોટાઓ પણ પડાવી રહ્યા હતા. મુંબઈના માણસ વિચારી  ન શકે એટલો વિશાળકાય સ્યુટ હતો. આવો અન્ય એક સ્યુટ પણ ત્યાં હતો. ફોરેસ્ટ અધિકારીએ સિંહ સદનમાંફાઇવ સ્ટાર કલ્ચર લાવ્યા હતા.તેવો ગણગણાટ પણ અહિના સ્થાનિક પત્રકારો કરતા હતા. એક સમયે આ સિંહસદનનાવિસ્તારોમાં સિંહ આવતા હતા અને માણસો પર હુમલા કરતા હતા એવા બનાવો પણ બન્યા હતા. પરંતુ  ફાઇવસ્ટાર જેવી સુવિધા ધરાવતા સ્થળોએ  સિંહોએ આવવાનું છોડી દિધું હતું. ફોરેસ્ટ ઓફિસર પ્રધોનો, વી.આઇ.પી ગેસ્ટ તથા પત્રકારોને સારી રીતે સાચવી જાણે છે તેથી અહિંની કંઈ ખરાબ વાતો બહાર આવતી નથી. સમયસર પ્રેસ-બ્રિફીંગશરૂ થયુ પરંતુ સવારે ટ્રેઇનિંગ દરમ્યાન મે ઘણી બધી માહિતી મેળવી લીધી હતી. તેથી મારા માટે કંઈ નવુ જાણવાજેવુ નહોતું
પ્રથમ વખત સિંહ દર્શન

ગુજરાતના સિંહોને મધ્ય પ્રદેશ લઈ જવાની યોજના વિશે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યા જેના રાબેતા મુજબ સરકારીઅધિકારીઓએ જવાબ આપવાના ટાળ્યા.પ્રવાસી માટે 1 થી 5 મે 2015 પ્રવાસીઓ માટે તમામ અભ્યારણો બંધ હતા.પરંતુ ત્યાં હાજર તમામ પત્રકારોને સિંહ જોવા અર્થાત સિંહ દર્શન માટે ખુલ્લી જીપ્સીમાં લઇ જવામાં આવ્યા. ડાંગના મહાલમાં પક્ષીદર્શન તથા આકાશ દર્શન માટે ગયો હતો ત્યારે બસમાંથી દીપડો જોયો હતો. ત્યારબાદ ત્યાંના જંગલમાં ભારે બીક લાગતી હતી. પરંતુ જંગલમાં આ રીતે ખુલ્લી જીપમાં કોઈ હિંસક પ્રાણીને જોવાનો મારા માટે આ પહેલો જપ્રસંગ હતો. તેથી ઘણો ખુશ પણ હતો. મારા સાઢુભાઇએ મને પાંચ વાગે ત્યાંથી પરત આવવાની સલાહ આપી હતી. તેને પણ મે અવગણી હતી. સાડા ચાર વાગે તમામ પત્રકારોને લઇને 15  જેટલી જીપ્સી જંગલમાં પ્રવેશી. મુંબઈના પેપરોમાં એવા સમાચારો આવ્યા હતા. કે જંગલને અડીને આવેલી ફાઇવ સ્ટાર રીસોર્ટને બંધ કરવામાં આવી હોવાના સમાચારો વાંચ્યા હતા. પરંતુ એવું કંઈ જણાતું નહોતું. જંગલમાં અમારી સવારી ઘણી અંદર સુધી ગઈ પરંતુ ક્યાંય સિંહ જોવા મળતા ન હતા. વૃક્ષોનાં પાંદડાઓ ખરી પડવાને કારણે જંગલમાં રખડી રહ્યોનો એહસાસ પણ નહોતો થતો. ટ્રેનમાંથી જોયા હતા તેવા હરણો ચોક્કસ જોવા મળ્યાં. મારી સાથે જીપમાં બેસેલા ગુજરાતી ચેનલના સ્થાનિક રિપોટર્રેમને કહ્યું કે ચિંતા ન કરો. ફોરેસ્ટ ઓફિસર તમને સિંહ જોયા વગર નહિ મોકલે. જંગલના નાકે એક ઘરડો સિંહ છે જેનું ફેમિલી તો અહિંથી માઇગ્રેટ થઈ ગયું છે એને લાકડીની મદદથી હાંકીને તમારી સમક્ષ ઉભો રાખશે. ત્યાં તો અમારા કાફલામાં સૌથી આગળ રહેલી ફોરેસ્ટ ઓફિસરની ગાડી અટકી ગઈ.

એક ટ્રેકર હાથમાં લાકડી સાથે દેખાયો.નજીકમાં એક સિંહણ તેના ત્રણ બચ્ચાઓ સાથે ઝાડીઓની પાછળ આરામ ફરમાવી રહી હતી.સલામત અંતર રાખી સિંહણ અને તેના બચ્ચાને દરેકને વારાફરતી બતાવવામાં આવતા હતા. અમારો વારો આવતા અમે પણ સિંહણને જોઈ. સિંહ દર્શનની મારી ઇચ્છા પૂરી થઈ ગઈ. બધાએ સિંહણને જોઈ લેતા અમારા ગાડીઓને વાળવામાં આવી. પરંતુ અમારુ નસીબ બહુ જોર કરતુંહતુ અમારી ગાડી જાય તે પહેલા  સિંહણ ઝાડીમાંથી બહાર આવી અને રસ્તો ક્રોસ કર્યો. ચેનલના કેમેરામેન માટે તો જાણે લોટરી લાગી હતી. તેણે ડ્રાઇવરને ત્યાં  ઉભા રહેવા માટે કહ્યું માત્ર પાંચ ફૂટના અંતરેથી અમે સિંહણને અમારી ગાડીની આગળથી પસાર થતી જોઈ હતી. જાણે કોઈ બિંદાસ યુવતી. સાચુ કહ્યું તો થોડીક બીક પણ લાગી હતી. સિંહણ તો રોડ ક્રોસ કરી ગઈ હતી. પણ બચ્ચાઓ નિકળવાની અમે રાહ જોતા હતા. ત્યાં જંગલમાં લાકડી લઇને ઉભો રહેલો ટ્રેકર અમારી ગાડીના ડ્રાઇવર પર ખીજાયો તેમજ ગાડીને આગળ લઈ જવા માટે કહ્યું. કદાચ બચ્ચાઓ ન આવે તો સિંહણ વિફરી શકે એવુ હતું અમારી ગાડી આગળ વધી અને ધીમે-ધીમે બચ્ચાઓ પણ વારાફરતી નીકળ્યા અને સિંહણની પાછળ-પાછળ ઝાડીઓમાં ચાલ્યા ગયા.

મને એમ હતું કે સિંહ દર્શનનો કાર્યક્રમ પૂરો પરંતુ એવુ નહોતું અમે જે રસ્તેથી જંગલની અંદર આવ્યા હતા. તે  રસ્તે અમને બે મોટા સિંહો સાવ નજીક-નજીક બેઠેલા જોવા મળ્યા. એક જંગલમાં બે સિંહ સાથે ન હોય તેવી વાયકાઓ કરતા આ એક અલગ દ્રશ્ય હતું. ત્યાં થોડાક ફોટાઓ પાડીને અમારો કાફલો આગળ વધ્યો.જે આગળ જઈને ફરી અટકી ગયો. મને એમ કે ફરી પાછા સિંહજોવામળશે પરંતુ એવુ નહોતું.એક વિદેશી ચેનલના પત્રકારે અગાઉથી  ફોરેસ્ટ ઓફિસરને જંગલના બેકગ્રાઉન્ડમાં બાઇટ આપવાની વિનંતી કરી હતી જે સ્વીકારવામાં આવી હતી. પ્રેસ-બ્રિફીંગમાં જે વાત કરવામાં આવી હતી તેનું  પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. વિદેશી ચેનલને જંગલમાં ઇન્ટરવ્યુ આપે તોઅમે શું ગુનો કર્યો એવી ચડસા-ચડસીને કારણે પહેલા હિન્દી અને ત્યારબાદ ગુજરાતીમાં ઇન્ટરવ્યુનો દૌર ચાલ્યો. જેમાં 1 કલાક જેટલો સમય વીતી ગયો. મારી પાસે કરવા જેવું કંઈ નહોતુ તેથી મે ત્યાં હાજર ફોરેસ્ટ ગાર્ડના ફોટાઓ પાડ્યા. મારી સાથે  જીપ્સીમાં બેઠેલા એક અંગ્રેજી પેપરના પત્રકારે પેલી સિંહણ અને તેના ત્રણ બચ્ચાઓના ફોટાઓ સાથેની ફોટો સ્ટોરી વેબસાઇટ પર મુકી હતી ત્યારે મને હું શા માટે કોઈ સારો કેમેરો લઇને ન ગયો તેનો અફસોસ થયો હતો.

સાંજે 6-30 વાગે અમારો કાફલો સિંહસદનમાં પરત ફર્યો. મને હવે થોડીક બીક લાગતી હતી. કારણ કે ધારી પરત કંઈ રીતે જવું તે એક મોટો પ્રશ્ન હતો. ધારી જવા માટે છેલ્લી ટ્રેન પાંચ વાગે હતી.તેથી વાયા બસ કઈ રીતે પહોંચ્વુ તેની માહિતી મેળવી એક બસ સ્ટોપ પાસે આવ્યો. બસની રાહ જોતો હતો ત્યારે ચાહ પીવાની ઇચ્છા થઈ ત્યારે બસ સ્ટોપનીબાજુમાં  આવેલી નાનકડી દુકાનમા ચાહ પીધીદુકાનદારે મને પૂછ્યું કેટલા સિંહ બતાવ્યા મે કહ્યું .એને ખબર હતી કે અમે બધા પત્રકારો છીએ. તેથી કહ્યું કે પત્રકારોઅમિતાબ અને સચિનને  સિંહો બતાવે છે બાકી તો બધા હરણ જોઈને પાછા ફરે છે. જીપ્સીમાં બેસવા માટેના 2400 રૂપિયા હું ઘરેથી લઇને નીકળ્યો હતો ત્યારે મારા સાઢુભાઇએ મને કિધુ હતું કે નસીબ હોય તો  સિંહ જોવા મળે. પત્રકારો માટે ખરેખર લાકડીઓથી હંકારીને સિંહને લાવવામાં આવ્યા હશેકે શું એવી શંકા મને થતી હતી. દુકાનદાર ગીરમાં જમીનના વધેલા ભાવો, સ્થાનિક લોકોની થઈ રહેલી અવગણના અને ગીરમાં વધી રહેલા ફાઇવ સ્ટાર કલ્ચર સામે પોતાનો રોષ કાઢી રહ્યો હતો. જો કે અમદાવાદથી આવેલા મારા જૂનામિત્રએ મારી 50 ટકા સમસ્યા હળવી કરી નાંખી હતી. તે પોતાની ચેનલની કારમાં મને અડધે સુધી મુકવા આવ્યો. મને જ્યાં ઉતાર્યો ત્યાંથી સત્તાધાર જવા માટેની બસ મળશે અને ત્યાંથી ધારી જવાશેપરંતુ સત્તાધાર જવા માટેની બસ બહુ મોડેથી મળી.ત્યાં પહોંચતા મને રાતના સાડા નવ થઈ ગયા. સત્તાધારથી ધારી જતી બસો નિકળી ગઈ હતી. કોઈપ્રાઇવેટ વાહન પણ નહોતુ મળી રહ્યું અડધો કલાક સુધી રાહ જોયા બાદ મે ત્યાની એક ધર્મશાળામાં રેહવાનો વિચાર કર્યો. જો કે મારા સાઢુભાઇએ બીજા દિવસે વહેલી સવારે દિવ જવાનો કાર્યક્રમ બનાવ્યો હોવાથી હું ધારી જવાના બનતા તમામ પ્રયત્નો કરવા માંગતો હતો. ત્યાના એક સ્થાનિકે મને એક કિલોમીટર સુધી ચાલતા જઈ હાઇવે સુધી પહોંચીજવા માટે કહ્યું પરંતુ અડધે સુધી ગયો તો મને બહુ વધારે પડતુ સાહસ લાગતા હું પાછો ધર્મશાળા તરફ ગયો. ત્યાં તો મને ધર્મશાળાનો રસ્તો સુચવનારાએ મારા માટે એક ભાઇને વિનંતી કરી હતી જે મને ધારીથી નજીકના એક ગામડામાં લઈ જવા માટે તૈયાર થયો. હું તેની સાથે ગાડીમાં બેસી ગયો. મને ધારીની નજીકના એક ગામમાં એણે ઉતાર્યો ત્યા કંઈ રીતે આવવું તેની જાણકારી મારા સાઢુભાઇને આપી.
થોડા સમય બાદ મારી પત્ની અને સાઢુ ભાઇ ત્યાં આવ્યા. ઘરે પાછી ફરતી વખતે મને કહ્યું કે તને લેવા માટે આવતા હતા. ત્યારે રસ્તામાં આ સ્થળે એક સિંહને જોયો હતો. મુંબઈથી અહિં આવતા પહેલા મે સાઢુભાઇની બાઇક લઇને આસપાસના વિસ્તારોમાં ફરવાની યોજના બનાવી હતી. પરંતુ ગરમીને કારણે મે મારા તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. જો કે કુતરાની જેમ રસ્તામાં ભટકાઈ જતા સિંહોની વાતો સાંભળીને હુ ખરેખર ડરી ગયો હત.