Sunday 27 December 2015

મરાઠી નાટક 'તિન્હી સાંજ'

               ગયા શુક્રવારે મળેલો વિક-ઓફ ખરા અર્થમા મારો હતો. કાશ્મીરના પ્રવાસ વર્ણન અંગેનો એક બ્લોગ અપલોડ કરતા બપોર પડી ગઈ. તેમ છતાં સાંજ બાકી હતી. સામાન્ય વિક –ઓફ તો કોઈ મોલમાં સામાનની ટોલી ખેંચવા તથા દિકરીને સંભાળવામાં જ પસાર થઈ જાય. પરતું આ વખતે આવુ નહોતું. મને બાજીરાવ મસ્તાની ફિલ્મ જોતા આવજો એવી સૂચના પણ પત્ની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ મે નાટક જોવાનું પસંદ કર્યુ. મારી મરજીનું પણ ક્યારેક તો થવું જોઈએ ને. છેલ્લા એક વર્ષથી શનિ કે રવિવારની મને ઓફિસમાંથી મળતી રજા બંધ થઈ જતા ગુજરાતી નાટકો જોઈ શકાય એમ નહતું .તેથી મરાઠી નાટક જોવા માટે બોરીવલીના પ્રબોધન-ઠાકરે ઓડીટેરીયમમાં ગયો. તિન્હી સાંજ નામના આ નાટકમાં હું જાણતો હોંઉ એવા કોઈ કલાકારો નહોતા. વળી નૃત્ય-સંગીત નાટક એવું જાહેરાતમાં લખ્યું હતું તેથી થોડો ખચકાયો. પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેથી 200 રૂપિયાની ટીકીટ લઈ ઘૂસ્યો. 

યમઈ દેવી અને ઔંધ
               નાટકની શરૂઆતમાં યમઈ દેવી અને ઔંધના સંગીત મહોત્સ્વની વાત આવે છે. આ વર્ષે પ્રથમ વખત અમારા કુળદેવી યમઈ દેવીના મંદિરે ગયો ત્યાંથી પાછા ફરતી વખતે ત્યાના રાજાના મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. મારામાં જેટલી સમજ છે તેને જોતા પ્રથમ વખત આટલી સુંદર પેઇન્ટીંગ, શિલ્પકળા, કાષ્ઠકળા અને એમ્બ્રોઇરીના દેશ-વિદેશના અદભુત કલેકશન ત્યાં જોયું હતું. તેથી ત્યાના કલાપ્રેમી રાજા પ્રત્યે ઘણું માન હતું. નાટકની પૃષ્ઠભુમી પણ 1936 થી 1950 ની હતી. જેમાં એક બાહોશ મહિલા એડવોકેટ અને તેના ગાયક કલાકાર પરંતુ હાલ દારૂના રવાડે ચઢી ગયેલા પતિની વાત હતી. જે ઔંધના સંગીત સમારોહમાં ગાવાની ના પાડે છે. પરંતુ પત્ની તેના આયોજકોને ખાતરી આપે છે તેન પતિ આ સમારંભમાં ગીત ગાશે.  

પ્રણય ત્રિકોણ

          શરૂઆતનો અડધો કલાક ભારે બોરીંગ લાગ્યો. પૈસા પડી ગયા જેવું લાગ્યું. પરંતુ અચાનક મહિલા એડવોકેટના એક ક્લાયન્ટ તરીકે શારદાનું આગમન થયું જે ખરેખર પતિની જૂની પ્રેમિકા શકીલા હતી. પરંતુ તેણે પોતાનું નામ બદલ્યું હોય છે. એક સંગીત એકેડેમી શરૂ કરવાનો પ્રયાસ તે કરતી હોય છે. જેની સરકારે આપેલી જમીન પર કેટલાંક લોકોએ ગેરકાયદેસર કબ્જો જમાવી દિધો હોય છે. સમાજના વિરોધને કારણે ગાયક કલાકાર પતિ અને શકીલાના લગ્ન થઈ શક્યા નહોતા. આ આઘાતને કારણે પતિએ ગાવાનું છોડી દિધુ હોય છે. પરંતુ શકીલા સાથેની વધતી જતી મુલાકાત બાદ ગાયન અને નૃત્યનો દોર ફરી શરૂ થાય છે.મહિલા એડવોકેટના ઘરમાં જ રહેતી તેની આસિસ્ટન્ટ પત્નીને આ વિશે ચેતવણી પણ આપે છે. જેની તે અવગણના કરે છે. જો કે ગાયન અને નૃત્યની મેહફીલ નાટકને એક નવી જ ઉંચાઈએ લઈ જાય છે.

કોર્ટરૂમ 

   વધુ પડતા દારુના સેવનને કારણે પતિ એક માનસિક રોગનો શિકાર બનેલો હોય છે. એક વખત આવી જ એક સંગીત-નૃત્યની મેહફિલ દરમ્યાન તે દારૂના નશામાં શકીલા પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરી બેસે છે. નાટકમાં શરૂ થાય છે કોર્ટરૂમ ડામા. જેમાં છેવટે એવુ રહસ્ય ખુલે છે. કે પત્ની જ શકીલાના લઈને આવી હોય છે. જેથી તેનો પતિ ફરીથી ગાયન શરૂ કરે. વળી હત્યાનો પ્રયાસ તેમના જ ઘરમાં રેહતી પત્નીની આસિસ્ટન્ટ મહિલા વકીલે જ કર્યો હોય છે. નાટકમાં નૃત્ય-સંગીત અને રહસ્યનું એવું અદભુત મિસરણ હતું તેથી નાટક ક્યાં પુરૂ થઈ ગયું તેની ખબર જ ન પડી. બોરીવલીના પ્રબોધન ઠાકરે હોલમાંથી બહાર નીકળતા તમામ પ્રેક્સકોના મનમાં કંઈ સારુ જોયાનો આનંદ સ્પષ્ટ હતો. નાટકની મહિલા દિગ્દર્શક સંપદા જોગળેકર-કુલકર્ણી અને લેખક શેખર તામ્હણેને સલામ.

Friday 25 December 2015

મારો કાશ્મીર પ્રવાસ

સગાવ્હાલાઓની સાથે કદી ટુરમાં જવાય જ નહિ. પણ દર વર્ષે તેનાથી ઉલટું કરવું પડે છે. કારણ કે પત્નીને મારા મિત્રો કરતા તેના પિયરીયા સાથે જવાનું વધારે ફાવે.પતિઓનું કેટલું ચાલે. તેથી મને કમને હા પાડવી પડી. વળી કાશ્મીર જોયુ નહોતું. તેથી એક ઉત્સાહ પણ હતો. યા હુ ચાહે કોઈ મુજે જંગલી કહે. મારા ફેવરીટ શમ્મી કપુરના ગીતનો કારણે પણ કાશ્મીર જવું હતુ. વળી દરરોજ કંઈ કેટલાયે લાઇવ એન્કાઉન્ટરના સમાચારો. વળી કાશ્મીર ભારત સાથે જોડાયેલું છે તું કારણ છે આપણી આર્મી જેવીં કંઈ કેટલીય વાતો જાણવી હતી.
        જો કે તારીખો સાંભળીને આધાત લાગ્યો. કારણ કે લોકસભાની ચૂંટણી પરિણામનાં દિવસે પણ કાશ્મીરમાં જ હોઈશ. ટીવી ચેનલમાં આ દિવસે રજા હોય જ નહિ. પરંતુ ન્યુઝપેપરમાં એવી પરિસ્થિતી નહોતી. જો કે ચૂંટણીના માહોલમાં ગયો તો થોડીક મજા પણ આવી. લોકો સાથે કાશ્મીર સમસ્યા અંગે વાતચીત પણ થઈ શકી.મોદીનાં અચ્છે દિનની વાતો, આમ આદમી પાર્ટી , કોન્ગ્રેસના રાહુલ ગાંધી તમામનો સમર્થકો મળ્યાં. તેથી મુંબઈ અને ગુજરાતમાં મતદાન પુરૂ થયા પછી નિકળવામાં કઈ વાંધો નહોતો. 5 મે નાં રોજ અમદાવાદથી જમ્મુ જતી સોમનાથ એક્સપ્રેસમાં બેઠા.જો કે અમદાવાદમાં બધા મિત્રોને મળવામાં એટલ બધો થાકી ગયો હતો કે ટ્ર્રેન છેક પંજાબ પ્હોચી ત્યારે થોડોક ભાનમાં આવ્યો.બન્ને બાજુ લીલાં ખેતરો જાણે યશરાજ ફિલ્મનું કોઈ દ્રશ્ય જ ન હોય.દરેક ખેતરોમાં સરદાર પરિવારો ભારે મહેનત કરતો નજર પડતો હતો.
        ટ્રેન પઠાણકોટ દોઢેક કલાક ઉભી રહી હતી. ત્યાંથી સાંજે 7 વાગે જમ્મુ પ્હોંચી. અહિંથી જ ટૂર ઓપરેટરના ખરાબ અનુભવની શરૂઆત થઈ ગઈ. જે છેક સુધી ચાલવાની હતી. દુબઈથી આઠ વ્યકિતઓ માટે બુકીંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ ઉતરતા જ એક કાર સાથે ડ્રાઇવર તમને લેવા આવશે એવી વાત લખી હતી. તેની જગ્યાએ એક જમ્મુથી કતરા જતી ખખડધ્વજ મિની બસ આવી. બસને હોટેલ પ્હોંચવાના રસ્તામાં જવાની પરવાનગી નહોતી. પરંતુ પોલીસ દાદાને વિનંતી કરીને ત્યાં પ્હોચ્યા. હોટેલના નિયમો પણ અળવીતરા હતા. ટૂર ઓપરેટરો સાથે ઝઘડો કર્યો  તેણે સવારી શ્રીનગર જવા માટે સારી ગાડી મોકલશે એવું આશ્વાસન આપ્યું. તે પાળ્યું પણ ખરૂ.
        જમ્મુ પ્હોંચતા સુરતથી આવેલા અમારા રિલેટીવે દારૂ પાર્ટી માટે આવવા કહ્યું પરંતુ થાકને કારણે મે ના પાડી. પતિ ન ગયો તે જાણી મારી પત્ની ખુશ હતી. જો કે તેની આ ખુશી બહુ ટકવાની નહોતી. જો કે પછી ખબર પડી કે થાકને કારણે દારૂ પાર્ટી થઈ નહોતી. સવારે એક ટેમ્પો ટ્રાવેલ્સની મીની બસમાં અમે બેઠા. તે જ દિવસે શ્રીનગરની બે લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું હતું. હંમેશની જેમ આ વખતે પણ ત્યાં મતદાનનાં બહિષ્કારનું એલાન આપવામાં આવ્યું હતું.
        કોઈ સમસ્યા ન ઉકેલાય તો એને કાશ્મીર સમસ્યા એવું મજાકમાં કહીએ છીએ. તેથી ખરેખર આ સમસ્યા કંઈ છે તે જાણવાનો મારો ઉત્સાહ હતો. રસ્તામાં આવતા સ્થળો ન્યુઝમાં આવતા સમાચારને કારણે બહુ જાણીતા હોય એવા લાગતા હતા. 8 થી 10 કલાકનો પ્રવાસ હતો. સાંજે 5 થી 6 વાગે દાલ લેક નજીક પ્હોચ્યાં. જ્યાં અમને શિકારામાં બેસાડીને એક હાઉસબોટમાં લઈ ગયા. ઘણી વખત મહિલાઓનાં શોપીંગના ચક્કરમાં બાકી બધું જોવાનું રહી જ જાય. વળી શિકારાવાળા પણ પોતાના કમિશન માટે આવા સ્થળે લઈ જ જાય. હાઉસબોટમાં પણ શોપીંગની દુકાનો હતો. કેટલીક વસ્તુઓ ખરીદી કરી. બાદમાં ખબર પડી કે બહુ વધુ કિંમતો આપી હતી. રાત થઈ જતા હાઉસબોટમાં પાછા ફર્યા તો ત્યાં પણ સ્થાનિક વેપારી ચાદરો લઈને હાજર. ફરી પાછો ભાવતાલમાં સમય ગયો.
બીજા દિવસે હાઉસબોટમાંથી બહાર નિકળ્યાં ત્યારે એક કલાક સુધી શિકારાવાળાએ દાલ લેકમાં ફેરવ્યા તેમાં રૂપિયા વસુલ થયાનો અનુભવ થયો. હાઉસબોટના માલિકને મે પૂછ્યું કે મત આપ્યો તો તેણે મને પોતાની આંગળી પરનું નીશાન બતાવ્યું જો કે કોઈ ત્યાંના અન્ય યુવાનોને પૂછતા તેમણે કહ્યું કે શા માટે મતદાન કરીએ સરકારે અમારા માટે કશું કર્યુ નથી. એવો જવાબ મળ્યો. હાઉસબોટમાં ખાસ કંઈ મજા આવે એવો અનુભવ મને નહોતો થયો.
હાઉસબોટ બાદ બીજો દિવસ શ્રીનગર દર્શનનો હતો. શરૂઆત શંકરાચાર્ય મંદિરથી થઈ. તમામ સ્થળોએ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત. શંકરાચાર્ય મંદીર બાદ શાલીમાર ગાર્ડન.મે મહીનો હોવા છતાંય કાશ્મીરમાં આહલાદ્ક વાતાવરણ હતું. ભર બપોરે અમે બાગમાં ફરતા હતા. ત્યારબાદ હજરતબાદ દરગાહ પણ જઈ આવ્યા. ત્યાં પણ અગાઉ આતંકવાદીઓ ઘુસી ગયા હતા. તે સમાચારો લાઇવ જોયા હતા. તેના દ્રશ્યો યાદ આવ્યાં. ત્યારબાદ શ્રીનગરના દચિગામ નેશનલ પાર્કમાં ગયા. શરૂઆતમાં તો ત્યાનાં ગાઈડને પૂછ્યું કે સ્નો લેપર્ડ ક્યાં છે તો તેણે સવારે પાંચ વાગે આવી જવા કહ્યું ત્યાથી આગળ લઈ જવાનું રહેશે. પરંતુ બાદમાં એણે જ કહ્યું કે નસીબ હોય તો જ દેખાય. તેથી વાત માંડી વાળી. પીંજરામાં રાખેલા એક દિપડા પર તેઓ ટુરીસ્ટને હાથ પસારવા દેતા હતા. મે પણ તેનો લાભ લીધો. જો કે ખુંખાર દિપડાને જોઈને એવું લાગતું હતું કે વધુ પડતી હિંમત કરી હતી.
રસ્તામાં મે ડ્રાઇવરને પૂછ્યું કે લાલબાગ જવું છે. દર શુક્રવારે ત્યાં બડી નમાઝ બાદ પથ્થરમારો થતા હોય તેવા દ્રશ્યો વારંવાર જોતો હતો. તેથી ત્યાં જવાની ઇચ્છા હતી. ડ્રાઇવરે મને શ્રીનગર છોડીને તે જ રસ્તેથી લઈ જશે એમ કહ્યું. સાંજે અમારા ઉતારો અન્ય એક હોટેલમાં હતો. તે પણ ત્યાંની ઝેલમ નદીથી ઘણી નજીક હતી. હોટેલ પર અમને મળવા માટે ટુર ઓપરેટર આવતા તેના પર ફરિયાદોની ઝડી વરસાવી.તો એણે બહુ શાંતીથી તમામ વાતનો જવાબ આપ્યો. હાઉસબોટમાં ચાદરવાળાઓની ફરિયાદનાં જવાબમાં એણે કહ્યું કે સરકાર પણ આ સમસ્યાને ઉકેલી શકે તેમ નથી.વળી આ લોકો આ ટુરીસ્ટ પર જ નિર્ભર છે. જો તેમને કંઈ કામ ન મળે તો કદાચ તેઓ પણ સરકાર વિરોધી આંદોલનમાં જોડાઈ જાય.
ઝેલમનાં કિનારો અને દારૂની દુકાન
ગુજરાતમાથી બહાર પડ્યાનો અમાર ચોથો દિવસ હતો અને કંઈ સરખી પાર્ટી થઈ ન હોવાથી કંઈ મન લાગતું ન હતું. છેવટે સાંજે હોટેલમાંથી નિકળી ગયા. અમારા કાશ્મીર પ્રવાસ વખતે ટુર ઓપરેટરે સૂચના આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે શ્રીનગરમાં દારુ સરળતાથી નહિ મળે. આ વાત અમને એક દિવસ પહેલા હાઉસબોટમાં જ ખબર પડી. એક શિકારાવાળાનો સંપર્ક કરી 1000 રૂપિયા આપ્યા પણ એણે સામાન લાવતા સાંજની રાત કરી દિધી. પરિણામે ઘરનાં બૈરાઓની હઠને કારણે જમી લેવું પડ્યું. અડધું જમવાનું પત્યુ ત્યારે સામાન આવ્યો. જો કે તે જોઈને રાજીના રેડ થયા. પરંતુ કંઈ મજા આવે એવુ નહોતું તે તુંરત સમજાઈ ગયું. બીજા દિવસે આખો દિવસ શ્રીનગર દર્શનમાં વિતાવ્યો. રાત્રે 8 વાગે અમે કંઈક બહાનું કાઢીને નિકળ્યાં. હોટેલથી થોડાંક દૂર ઝેલમ નદી હતી. તેના કિનારાને અડીને સુંદર બાગ બનાવવામાં આવ્યો હતો. કિનારાને સમાંતર જ રસ્તો હતો. જ્યાં ઘણી દુકાનો હતો.પરંતુ ક્યાંય લિકર શોપ લખેલું ન હતું. મનમાં થયું પણ ખરૂ. સુંદરતા તો મનમાં જ હોય. આટલો મજાનું દ્રશ્ય છે. ઝેલમ નદી પર બે ત્રણ હાઉસબોટો છે. પણ અમારી નજર તો લીકર હાઉસ લખેલા પાટીયાને શોધતી હતી. બે કિલોમીટર ચાલ્યાં પછી અમારી ધિરજનો અંત આવ્યો. એક દુકાનદારને પૂછ્યું તેણે ના પાડી. બીજાએ પણ નજીકમાં કોઈ લિકર શોપ ન હોવાનું કહ્યું .ઓટોરીક્ષાવાળાને પૂછ્યું તો એણે 150 રૂપિયા કિધા. અમે ના પાડીને આગળ વધ્યા તો એ પાછળ પાછળ આવ્યો સાહાબ બહોત દૂર હે 120 રૂપિયા દે દીજીએ. અમે પણ કંટાળ્યા હતા. છેવટે આપી દિધા. તેની વાત સાચી નિકળી લગભગ 3થી 4 કિલોમીટર દૂર સુધી અમને તે લઈ ગયો. એક આર્મીના કેમ્પની બાજુમાં એક દુકાન હતી. જ્યાં કશું લખેલું ન હતું. પરંતુ અમને જે જોઈતું હતું તે મળી ગયું. ચાર દિવસ બાદ નિરાંતે પાર્ટી થતા પુરૂષ વર્ગ ખુશ હતો. જો કે ત્યાંથી આવ્યાનાં ચાર મહિના બાદ ટીવી પર ઝેલમ નદીનાં પાણી શહેરમાં ઘુસી જતા સર્જાયેલા દ્રશ્યો જોઈને નવાઇ લાગતી હતી કે કિનારા પર શાંતિથી વહેતી ઝેલમ નદી આટલો વિનાશ પણ સર્જી શકે છે.
બરફનો સ્પર્શ
ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીરમાં હતા. પરંતુ હજૂ પણ બરફને નજીકથી જોવાની ઇચ્છા પુરી થઈ નહોતી.સવારે શ્રીનગરથી સોનમર્ગ જવા માટે ઉપડ્યા.મારા આગ્રહને કારણે અમાર ડ્રાઇવર ઇઝાઝ લાલચોકમાંથી લઈ ગયો. અમુક વસ્તુ ટીવીના પડદે જેટલી ભવ્ય દેખાતી હોય તે ખરેખર એટલી હોતી નથી.લાલચોક પણ કંઇક આવો જ શહેરના કોઈ ચોક જેવો ચોક હતો.મારી ઇચ્છા તો લાઇવ પથ્થરમારો જોવાની હતી પરંતુ ઇઝાઝને કહેવાની હિંમત ન કરી શક્યો.સોનમર્ગ પહેલા અમને રસ્તામાં નારાનાગ સ્થળે આવેલા એક નામશેષ થઈ ગયેલા મંદિર પાસે લઈ ગયા.બરફના પહાડો વધુ નજીક આવ્યા હતા. મંદિર પાસેથી વહેતી નદીમાં થોડે દૂર એક બરફની મોટી શિલા આવીને પડી હતી.પહેલી વખત ત્યાં બરફને અડ્યો.ત્યાંથી આગળ વધતા હતા ત્યારે સિંધુ નદી અમારી સમાંતર વહેતી હતી. આ એજ નદી હતી. જેના કિનારે પ્રાચીન ભારતીય સંસ્કૃત્તી વિકસી હતી. જેના પરથી હિંદુ અને પછી આ દેશનું નામ હિંદુસ્તાન પડ્યું.સોનમર્ગ પહોંચતા અમને સાંજના ચાર વાગી ગયા. બરફની પહાડી પર બીજા દિવસે લઈ જવામાં આવશે. અમને સિંધુ નદીના કિનારે બનાવેલા એક તંબુ જેવા રિસોર્ટમાં ઉતાર આપવામાં આવ્યો. સાંજે અમને ગામની મુલાકાતે લઈ જવામાં આવશે એમ કહેવામાં આવ્યું. નજીકમાં એક મુસ્લિમ ગુર્જર આદિવાસીઓના ગામમાં લઇ જવામાં આવ્યા. ગરીબી આંખે વળગતી હતી. એક ઘરમાં જઈ હુક્કો પીતો હોઉ તેવો ફોટો પણ પડાવ્યો. ગામમાં ભલે કંઈ કામ ન હોય પરંતુ એક ઘરમાં સાતથી આઠ બચ્ચાઓ જરૂર હતા. 
યા.. હુ
નાનપણમાં ચિત્રહાર જોતો ત્યારથી શમ્મી કપુર મારો ફેવરીટ સ્ટાર. ચાહે કોઈ મુઝે જંગલી કહે એમ ગીત ગાતો તે હિરોઇન પર બરફ નાંખતો એ દ્રશ્ય જોઇને જ કાશ્મીરમાં જવાની ઇચ્છા થઈ હતી.સોનમર્ગમાં બરફની પહાડી પર અમને લઇ ગયા ત્યારે જાણે એ દ્રશ્યો સાચા થઈ ગયા હોય એમ લાગ્યું.એકબીજાને બરફ મારવાની રમત પણ અમે રમ્યા. બરફની પહાડી પર પહોંતચા ઠંડી પણ જાણે ગાયબ થઈ ગઈ હતી. તેથી અમને પહેરાવવામાં આવેલા કોટની ગાડી બનાવીને લપસણી કરી. કાશ્મીર ટુરની મારી એ સૌથી યાદગાર પળ હતી.પહેલી વખત બરફના પહાડ પર હતો. બરફના પહાડ પરથી નીચે ઉતરતા હતા ત્યારે મારી સાથે આવેલા મારા સાઢુભાઇ પોતે અમરનાથની યાત્રામાંથી પાછા ફરતી વખતે અહિંથી જ આવ્યા હોવાની વાત કરી હતી.પરંતુ મારુ લક્ષ્ય તો એ પાટીયા પર હતું જયાં કારગીલ 300 કિલોમીટર લખ્યું હતું.બધી જગ્યાએ ચૂસ્ત મિલિટરી બંદોબસ્ત હતું .તમામ તંત્ર એમના હાથમાં જ હતું.
        સોનમર્ગથી સાંજે અમે ગુલમર્ગ પહોચ્યા. જ્યાં  અચાનક કરા પડ્યા. બરફનો વરસાદ પણ મે મહિનામાં માણી લીધો. અમારી હોટેલ એક બે કિલોમીટર ઉંચી ટેકરી પર હતી. જે જોતા અમારા હાજા ગગડી ગયા. અમારી સાથેના સિનિયર સિટીઝન કઈ રીતે તેના પર જશે। ફરી પાછા ટૂર ઓપરેટર સાથે ઝઘડો કર્યો અન્ય એક હોટેલ આપી. આ એજ હોટેલ હતી જ્યાં શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા પર જબ તક હે જાન ફિલ્મનું જીલે જીલે સોન્ગનું શુટીંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે અમને ગોન્ડોલા કેબલ કારની મદદથી પહાડની ટોચ પર લઇ જવામાં આવ્યા. ચારે કોર બરફ જ બરફ . 
        ગુલમર્ગથી સાંજે અમે પહેલગામ તરફ પ્રયાણ કર્યુ.  ત્યાં પહોચ્યા બાદ બીજા દિવસે અમને ચંદનવાડી, બેતાબ ફિલ્મનું શુંટીગ થયું હોવાથી બેતાબ વેલી નામક સ્થળે લઈ ગયા. ફરી પાછું કાશ્મીરની શાલની ખરીદી તો ખરી જ.જો કે અહિ શાલો એટલી સસ્તી હતી કે બીજે ઠેકાણે તેના કરતા ચાર ગણી રકમ આપી હોવાનો અફસોસ મહિલાઓને થતો હતો. તેથી અહિંથી અન્ય ઠેકાણે કરી હતી એની ચાર ગણી ખરીદી કરી. મે ન્યુઝ પેપર ખરીદ્યા પરંતુ લોકલ પેપરોમાં ભારતના કંઈ ખાસ સમાચારો જ નહિ. જે લોકો મત આપીને આવ્યા હતા. એમની આંગણી ચકાસીને એમને માર મારવામાં આવતા હતા. એવા સમાચારો વાંચીને આધાત જ લાગતો હતો. તેથી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું તે સાંભળીને સારુ લાગ્યું. મારા ડ્રાઇવર ઇઝાઝે પણ મત આપ્યો નહોતો કારણ કે તે અમારી સાથે હતી. હવે સાત દિવસ થયા હતા એટલે હવે થોડોક કંટાળો આવવાની શરૂઆત થઈ હતી. ગુજરાતી ભોજન યાદ આવતું હતું.જો કે પહેલગામ છોડીને અમે પટ્ટની ટોપ આવવા માટે નીકળયા ત્યારે રસ્તામાં ધીમે-ધીમે અત્યાર સુધી અમને ગમતા ગરમ કપડા આકરા લાગવા માંડ્યા હતા. પટ્ટની ટોપમાં આવેલી હોટેલમાં પણ સારુ ભોજન મળતા આનંદ થયો. અન્ય હિલ સ્ટેશન જેવું જ આ એક હિલ સ્ટેશન હતું. 
ચલો બુલાવા આયા હૈ
 આ ગીત જોતો ત્યારે ઘણી વાર થતું હતું કે ત્યાં શું હશે કે લોકો આટલી મોટી સંખ્યાંમા જતા હશે. હું પણ ત્યાં જવા માંગતો હતો. અમે વહેલી સવારે નાસ્તો કરીને પટ્ટનીટોપથી કતરા જવા માટે નીકળ્યા જ્યાં અમે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાના હતા. રસ્તામાં બધી જગ્યાએ ટોલ નાકા આવતા અમારો ડ્રાઇવર ઇઝાઝ રસીદને બદલે રૂપિયા આપીને આગળ વધતો હતો. કતરામાં પોલીસે અમને પૂછ્યું કે તમારી પાસે દારૂ તો નથીને. રૂપિયા ન લેતા મને નવાઇ લાગી જો કે હું ખોટો હતો કતરામાં પણ પોલીસને અમને ખબર ન પડે તે રીતે રૂપિયા આપ્યા જ હતા.મોડી સાંજે અમે ચઢાઇ શરૂ કરી. પરંતુ અમારી સાથે ચાલતા ઘોડાઓની લાદની વાસ અસહ્ય હતી. છેક છેલ્લા પડાવમાં ઘોડાઓનો રસ્તો અલગ થતા થોડી રાહત થઈ. અહીં અમને ખાવા-પીવાની વસ્તુ ભાવોભાવ આપવામાં આવતી હતી. તેથી સારુ લાગતું હતું બાકી કાશ્મીરમાં તો જાણે અમને લૂંટવામાં જ બાકી રાખ્યું હતું તેમ રૂપિયા લેવામાં આવતા હતા. ઘોડાવાળાઓ, જેકેટવાળા, શાલવાળા તમામ લોકોની ભારે હેરાનગતીથી કંટાળી જવાતુ હતું. વળી દાદાગીરી પણ હતી. અમુક જગ્યાએ ઇઝાજ અમને પહેલેથી જ સૂચના આપી દેતો. કારણ કે તે સ્થળે તેનાથી કંઈ બોલાતું ન હતું. જો કે કોઈ વસ્તુ કોઈ દુકાનમાંથી ખરીદીએ કે તરત તેનું કમિશન પણ તેને આપી દેવામાં આવતુ હતું.
મોડી રાત્રે અમે વૈષ્ણવદેવી મંદિરમાં પહોચ્યા ગુફાઓમાં મુર્તી ન હતી. પરંતુ પીંડ હતા. જેની ફટાફટ જાણકારી આપવામાં આવી હતી. ઠેર-ઠેર ટી સીરીઝના માલિક ગુલશનકુમારની કંપનીના સ્ટોલ હતા. જે જોઇને નવાઇ લાગતી હતી. મારી પાંચ વર્ષની દિકરી થાકી જતા એક માણસ મારી દિકરી તથા અન્ય મારા સાઢુ ભાઇના દિકરાને ઉંચકીને ચાલતો હતો. હું પણ તેની સાથે પાછળ ફટાફટ જતો હતો. રસ્તામાં મને કહે સાહબ મૈને ઇસ બાર મોદી જી કો વોટ કિયા હૈ ઠિક કીયા હૈ ને ...આપ ગુજરાત સે હૈ ઇસ લીયે પૂછ રહા હું. મે કહા ઠીક કરા હૈ.. સવારે ચાર વાગે અમે હોટેલમાં પહોચ્યા . મે સવારના આઠ વાગ્યાનો એલાર્મ મુક્યો હતો કારણ કે 16 તારીખે લોકસભાની ચૂંટણીની પરિણામ હતું. ચૂંટણીમાં ઠેર-ઠેર ભાજપની જીતના સમાચાર હતા. અમારી સાથે આવેલા મોદી ભક્ત પરિવાર 12 વાગે ઉઠ્યો ત્યારે મે એમને કહ્યું કે મોદી જીતી ગયા. તો બોલ્યા મે ગઈકાલે જ માનતા માની હતી. અમારી સાથે એક મોદી ભક્ત, એક આપના સમર્થક અને એક કાન્ગ્રેસના સમર્થક હતા. શ્રીનગરમાં પણ એક દુકાનદારે આપ ને મત આપ્યાનું કહેતા આપના સમર્થક બહુ ખુશ થઈ ગયેલા. જો કે જમ્મુ-કાશ્મીરની છ પૈકી ત્રણ લોકસભાની સીટ પર ભાજપ જીતી ગઈ હતી. તેથી જ્યારે અમે જમ્મુ શહેરમાં ફરતા હતા ત્યારે ઠેર-ઠેર ભાજપ સમર્થકોની રેલોઓ પણ જોવા મળતી હતી. જમ્મુના મંદિરની મુલાકાત લઇ અમે સાંજે દિલ્હી જતી ટ્રેન પકડી ત્યાંથી દિલ્હી-મુંબઈની રાજધાનીમાં બેસી પરત ફર્યા.

મારો કાશ્મીર પ્રવાસ

સગાવ્હાલાઓની સાથે કદી ટુરમાં જવાય જ નહિ. પણ દર વર્ષે તેનાથી ઉલટું કરવું પડે છે. કારણ કે પત્નીને મારા મિત્રો કરતા તેના પિયરીયા સાથે જવાનું વધારે ફાવે.પતિઓનું કેટલું ચાલે. તેથી મને કમને હા પાડવી પડી. વળી કાશ્મીર જોયુ નહોતું. તેથી એક ઉત્સાહ પણ હતો. યા હુ ચાહે કોઈ મુજે જંગલી કહે. મારા ફેવરીટ શમ્મી કપુરના ગીતનો કારણે પણ કાશ્મીર જવું હતુ. વળી દરરોજ કંઈ કેટલાયે લાઇવ એન્કાઉન્ટરના સમાચારો. વળી કાશ્મીર ભારત સાથે જોડાયેલું છે તું કારણ છે આપણી આર્મી જેવીં કંઈ કેટલીય વાતો જાણવી હતી. 
        જો કે તારીખો સાંભળીને આધાત લાગ્યો. કારણ કે લોકસભાની ચૂંટણી પરિણામનાં દિવસે પણ કાશ્મીરમાં જ હોઈશ. ટીવી ચેનલમાં આ દિવસે રજા હોય જ નહિ. પરંતુ ન્યુઝપેપરમાં એવી પરિસ્થિતી નહોતી. જો કે ચૂંટણીના માહોલમાં ગયો તો થોડીક મજા પણ આવી. લોકો સાથે કાશ્મીર સમસ્યા અંગે વાતચીત પણ થઈ શકી.મોદીનાં અચ્છે દિનની વાતો, આમ આદમી પાર્ટી , કોન્ગ્રેસના રાહુલ ગાંધી તમામનો સમર્થકો મળ્યાં. તેથી મુંબઈ અને ગુજરાતમાં મતદાન પુરૂ થયા પછી નિકળવામાં કઈ વાંધો નહોતો. 5 મે નાં રોજ અમદાવાદથી જમ્મુ જતી સોમનાથ એક્સપ્રેસમાં બેઠા.જો કે અમદાવાદમાં બધા મિત્રોને મળવામાં એટલ બધો થાકી ગયો હતો કે ટ્ર્રેન છેક પંજાબ પ્હોચી ત્યારે થોડોક ભાનમાં આવ્યો.બન્ને બાજુ લીલાં ખેતરો જાણે યશરાજ ફિલ્મનું કોઈ દ્રશ્ય જ ન હોય.દરેક ખેતરોમાં સરદાર પરિવારો ભારે મહેનત કરતો નજર પડતો હતો. 

        ટ્રેન પઠાણકોટ દોઢેક કલાક ઉભી રહી હતી. ત્યાંથી સાંજે 7 વાગે જમ્મુ પ્હોંચી. અહિંથી જ ટૂર ઓપરેટરના ખરાબ અનુભવની શરૂઆત થઈ ગઈ. જે છેક સુધી ચાલવાની હતી. દુબઈથી આઠ વ્યકિતઓ માટે બુકીંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ ઉતરતા જ એક કાર સાથે ડ્રાઇવર તમને લેવા આવશે એવી વાત લખી હતી. તેની જગ્યાએ એક જમ્મુથી કતરા જતી ખખડધ્વજ મિની બસ આવી. બસને હોટેલ પ્હોંચવાના રસ્તામાં જવાની પરવાનગી નહોતી. પરંતુ પોલીસ દાદાને વિનંતી કરીને ત્યાં પ્હોચ્યા. હોટેલના નિયમો પણ અળવીતરા હતા. ટૂર ઓપરેટરો સાથે ઝઘડો કર્યો  તેણે સવારી શ્રીનગર જવા માટે સારી ગાડી મોકલશે એવું આશ્વાસન આપ્યું. તે પાળ્યું પણ ખરૂ. 

        જમ્મુ પ્હોંચતા સુરતથી આવેલા અમારા રિલેટીવે દારૂ પાર્ટી માટે આવવા કહ્યું પરંતુ થાકને કારણે મે ના પાડી. પતિ ન ગયો તે જાણી મારી પત્ની ખુશ હતી. જો કે તેની આ ખુશી બહુ ટકવાની નહોતી. જો કે પછી ખબર પડી કે થાકને કારણે દારૂ પાર્ટી થઈ નહોતી. સવારે એક ટેમ્પો ટ્રાવેલ્સની મીની બસમાં અમે બેઠા. તે જ દિવસે શ્રીનગરની બે લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું હતું. હંમેશની જેમ આ વખતે પણ ત્યાં મતદાનનાં બહિષ્કારનું એલાન આપવામાં આવ્યું હતું. 

        કોઈ સમસ્યા ન ઉકેલાય તો એને કાશ્મીર સમસ્યા એવું મજાકમાં કહીએ છીએ. તેથી ખરેખર આ સમસ્યા કંઈ છે તે જાણવાનો મારો ઉત્સાહ હતો. રસ્તામાં આવતા સ્થળો ન્યુઝમાં આવતા સમાચારને કારણે બહુ જાણીતા હોય એવા લાગતા હતા. 8 થી 10 કલાકનો પ્રવાસ હતો. સાંજે 5 થી 6 વાગે દાલ લેક નજીક પ્હોચ્યાં. જ્યાં અમને શિકારામાં બેસાડીને એક હાઉસબોટમાં લઈ ગયા. ઘણી વખત મહિલાઓનાં શોપીંગના ચક્કરમાં બાકી બધું જોવાનું રહી જ જાય. વળી શિકારાવાળા પણ પોતાના કમિશન માટે આવા સ્થળે લઈ જ જાય. હાઉસબોટમાં પણ શોપીંગની દુકાનો હતો. કેટલીક વસ્તુઓ ખરીદી કરી. બાદમાં ખબર પડી કે બહુ વધુ કિંમતો આપી હતી. રાત થઈ જતા હાઉસબોટમાં પાછા ફર્યા તો ત્યાં પણ સ્થાનિક વેપારી ચાદરો લઈને હાજર. ફરી પાછો ભાવતાલમાં સમય ગયો. 

બીજા દિવસે હાઉસબોટમાંથી બહાર નિકળ્યાં ત્યારે એક કલાક સુધી શિકારાવાળાએ દાલ લેકમાં ફેરવ્યા તેમાં રૂપિયા વસુલ થયાનો અનુભવ થયો. હાઉસબોટના માલિકને મે પૂછ્યું કે મત આપ્યો તો તેણે મને પોતાની આંગળી પરનું નીશાન બતાવ્યું જો કે કોઈ ત્યાંના અન્ય યુવાનોને પૂછતા તેમણે કહ્યું કે શા માટે મતદાન કરીએ સરકારે અમારા માટે કશું કર્યુ નથી. એવો જવાબ મળ્યો. હાઉસબોટમાં ખાસ કંઈ મજા આવે એવો અનુભવ મને નહોતો થયો.

હાઉસબોટ બાદ બીજો દિવસ શ્રીનગર દર્શનનો હતો. શરૂઆત શંકરાચાર્ય મંદિરથી થઈ. તમામ સ્થળોએ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત. શંકરાચાર્ય મંદીર બાદ શાલીમાર ગાર્ડન.મે મહીનો હોવા છતાંય કાશ્મીરમાં આહલાદ્ક વાતાવરણ હતું. ભર બપોરે અમે બાગમાં ફરતા હતા. ત્યારબાદ હજરતબાદ દરગાહ પણ જઈ આવ્યા. ત્યાં પણ અગાઉ આતંકવાદીઓ ઘુસી ગયા હતા. તે સમાચારો લાઇવ જોયા હતા. તેના દ્રશ્યો યાદ આવ્યાં. ત્યારબાદ શ્રીનગરના દચિગામ નેશનલ પાર્કમાં ગયા. શરૂઆતમાં તો ત્યાનાં ગાઈડને પૂછ્યું કે સ્નો લેપર્ડ ક્યાં છે તો તેણે સવારે પાંચ વાગે આવી જવા કહ્યું ત્યાથી આગળ લઈ જવાનું રહેશે. પરંતુ બાદમાં એણે જ કહ્યું કે નસીબ હોય તો જ દેખાય. તેથી વાત માંડી વાળી. પીંજરામાં રાખેલા એક દિપડા પર તેઓ ટુરીસ્ટને હાથ પસારવા દેતા હતા. મે પણ તેનો લાભ લીધો. જો કે ખુંખાર દિપડાને જોઈને એવું લાગતું હતું કે વધુ પડતી હિંમત કરી હતી.

     રસ્તામાં મે ડ્રાઇવરને પૂછ્યું કે લાલબાગ જવું છે. દર શુક્રવારે ત્યાં બડી નમાઝ બાદ પથ્થરમારો થતા હોય તેવા દ્રશ્યો વારંવાર જોતો હતો. તેથી ત્યાં જવાની ઇચ્છા હતી. ડ્રાઇવરે મને શ્રીનગર છોડીને તે જ રસ્તેથી લઈ જશે એમ કહ્યું. સાંજે અમારા ઉતારો અન્ય એક હોટેલમાં હતો. તે પણ ત્યાંની ઝેલમ નદીથી ઘણી નજીક હતી. હોટેલ પર અમને મળવા માટે ટુર ઓપરેટર આવતા તેના પર ફરિયાદોની ઝડી વરસાવી.તો એણે બહુ શાંતીથી તમામ વાતનો જવાબ આપ્યો. હાઉસબોટમાં ચાદરવાળાઓની ફરિયાદનાં જવાબમાં એણે કહ્યું કે સરકાર પણ આ સમસ્યાને ઉકેલી શકે તેમ નથી.વળી આ લોકો આ ટુરીસ્ટ પર જ નિર્ભર છે. જો તેમને કંઈ કામ ન મળે તો કદાચ તેઓ પણ સરકાર વિરોધી આંદોલનમાં જોડાઈ જાય.

ઝેલમનાં કિનારો અને દારૂની દુકાન

ગુજરાતમાથી બહાર પડ્યાનો અમાર ચોથો દિવસ હતો અને કંઈ સરખી પાર્ટી થઈ ન હોવાથી કંઈ મન લાગતું ન હતું. છેવટે સાંજે હોટેલમાંથી નિકળી ગયા. અમારા કાશ્મીર પ્રવાસ વખતે ટુર ઓપરેટરે સૂચના આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે શ્રીનગરમાં દારુ સરળતાથી નહિ મળે. આ વાત અમને એક દિવસ પહેલા હાઉસબોટમાં જ ખબર પડી. એક શિકારાવાળાનો સંપર્ક કરી 1000 રૂપિયા આપ્યા પણ એણે સામાન લાવતા સાંજની રાત કરી દિધી. પરિણામે ઘરનાં બૈરાઓની હઠને કારણે જમી લેવું પડ્યું. અડધું જમવાનું પત્યુ ત્યારે સામાન આવ્યો. જો કે તે જોઈને રાજીના રેડ થયા. પરંતુ કંઈ મજા આવે એવુ નહોતું તે તુંરત સમજાઈ ગયું. બીજા દિવસે આખો દિવસ શ્રીનગર દર્શનમાં વિતાવ્યો. રાત્રે 8 વાગે અમે કંઈક બહાનું કાઢીને નિકળ્યાં. હોટેલથી થોડાંક દૂર ઝેલમ નદી હતી. તેના કિનારાને અડીને સુંદર બાગ બનાવવામાં આવ્યો હતો. કિનારાને સમાંતર જ રસ્તો હતો. જ્યાં ઘણી દુકાનો હતો.પરંતુ ક્યાંય લિકર શોપ લખેલું ન હતું. મનમાં થયું પણ ખરૂ. સુંદરતા તો મનમાં જ હોય. આટલો મજાનું દ્રશ્ય છે. ઝેલમ નદી પર બે ત્રણ હાઉસબોટો છે. પણ અમારી નજર તો લીકર હાઉસ લખેલા પાટીયાને શોધતી હતી. બે કિલોમીટર ચાલ્યાં પછી અમારી ધિરજનો અંત આવ્યો. એક દુકાનદારને પૂછ્યું તેણે ના પાડી. બીજાએ પણ નજીકમાં કોઈ લિકર શોપ ન હોવાનું કહ્યું .ઓટોરીક્ષાવાળાને પૂછ્યું તો એણે 150 રૂપિયા કિધા. અમે ના પાડીને આગળ વધ્યા તો એ પાછળ પાછળ આવ્યો સાહાબ બહોત દૂર હે 120 રૂપિયા દે દીજીએ. અમે પણ કંટાળ્યા હતા. છેવટે આપી દિધા. તેની વાત સાચી નિકળી લગભગ 3થી 4 કિલોમીટર દૂર સુધી અમને તે લઈ ગયો. એક આર્મીના કેમ્પની બાજુમાં એક દુકાન હતી. જ્યાં કશું લખેલું ન હતું. પરંતુ અમને જે જોઈતું હતું તે મળી ગયું. ચાર દિવસ બાદ નિરાંતે પાર્ટી થતા પુરૂષ વર્ગ ખુશ હતો. જો કે ત્યાંથી આવ્યાનાં ચાર મહિના બાદ ટીવી પર ઝેલમ નદીનાં પાણી શહેરમાં ઘુસી જતા સર્જાયેલા દ્રશ્યો જોઈને નવાઇ લાગતી હતી કે કિનારા પર શાંતિથી વહેતી ઝેલમ નદી આટલો વિનાશ પણ સર્જી શકે છે.

બરફનો સ્પર્શ

ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીરમાં હતા. પરંતુ હજૂ પણ બરફને નજીકથી જોવાની ઇચ્છા પુરી થઈ નહોતી.સવારે શ્રીનગરથી સોનમર્ગ જવા માટે ઉપડ્યા.મારા આગ્રહને કારણે અમાર ડ્રાઇવર ઇઝાઝ લાલચોકમાંથી લઈ ગયો. અમુક વસ્તુ ટીવીના પડદે જેટલી ભવ્ય દેખાતી હોય તે ખરેખર એટલી હોતી નથી.લાલચોક પણ કંઇક આવો જ શહેરના કોઈ ચોક જેવો ચોક હતો.મારી ઇચ્છા તો લાઇવ પથ્થરમારો જોવાની હતી પરંતુ ઇઝાઝને કહેવાની હિંમત ન કરી શક્યો.સોનમર્ગ પહેલા અમને રસ્તામાં નારાનાગ સ્થળે આવેલા એક નામશેષ થઈ ગયેલા મંદિર પાસે લઈ ગયા.બરફના પહાડો વધુ નજીક આવ્યા હતા. મંદિર પાસેથી વહેતી નદીમાં થોડે દૂર એક બરફની મોટી શિલા આવીને પડી હતી.પહેલી વખત ત્યાં બરફને અડ્યો.ત્યાંથી આગળ વધતા હતા.

 ત્યારે સિંધુ નદી અમારી સમાંતર વહેતી હતી. આ એજ નદી હતી. જેના કિનારે પ્રાચીન ભારતીય સંસ્કૃત્તી વિકસી હતી. જેના પરથી હિંદુ અને પછી આ દેશનું નામ હિંદુસ્તાન પડ્યું.સોનમર્ગ પહોંચતા અમને સાંજના ચાર વાગી ગયા. બરફની પહાડી પર બીજા દિવસે લઈ જવામાં આવશે. અમને સિંધુ નદીના કિનારે બનાવેલા એક તંબુ જેવા રિસોર્ટમાં ઉતાર આપવામાં આવ્યો. સાંજે અમને ગામની મુલાકાતે લઈ જવામાં આવશે એમ કહેવામાં આવ્યું. નજીકમાં એક મુસ્લિમ ગુર્જર આદિવાસીઓના ગામમાં લઇ જવામાં આવ્યા. ગરીબી આંખે વળગતી હતી. એક ઘરમાં જઈ હુક્કો પીતો હોઉ તેવો ફોટો પણ પડાવ્યો. ગામમાં ભલે કંઈ કામ ન હોય પરંતુ એક ઘરમાં સાતથી આઠ બચ્ચાઓ જરૂર હતા.