Friday 27 March 2015

રાઈનો પર્વત

સુરતની એમ.ટી.બી. કૉલેજના પ્રથમ વર્ષ દરમ્યાન ઇતર પ્રવૃતિઓમાં વિશેષ ધ્યાન હોવાને કારણે કૉલેજના અમુક સબ્જેક્ટમાં ક્યારેય ગયો  નહોતો. ટર્મ એક્ઝામ આવી તો થોડીક બીક લાગી.સીનિયર સ્ટુડન્ટ્સે સલાહ આપી કે કૉલેજના પ્રોફેસરો ફૂટપટ્ટી લઈને પેપર તપાસે છે તેથી મનમાં જે કંઈ આવે તે લખી દેવાનું. મે અને મારા મિત્ર આનંદ નાયરે પણ એમ  કર્યુ. જો કે રિઝલ્ટ આવ્યું ત્યારે અમારા કૉલેજના પ્રોફેસરે અમે લખેલા જવાબો સમગ્ર ક્લાસમાં વાંચીને સંભળાવ્યા.

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ એ પેપરમાં રાઈનો પર્વત વિષય પર ટૂંક નોંધ લખો એવા સવાલના જવાબમાં આનંદે લખ્યું હતું કે હું સવારે 6 વાગે ઉઠી જાઉ છું પછી એમ.ટી.બી. કૉલેજના મેદાનના ત્રણ ચક્કર લગાઉ છું. ત્યારબાદ મારી જ્યુડોની પ્રેક્ટિસ કરૂ છું. ઘણો થાક લાગે છે. તેથી પીરીયડમાં આવી શક્યો નથી. હાલ ડિસ્ટ્રક્ટ લેવલની કોમ્પિટશનમાં ફર્સ્ટ આવ્યો છુ. સ્ટેટ લેવલ માટે તૈયારી કરુ છુ મને માત્ર પાસીંગ માર્કસ આપજો તો પણ ચાલશે મારા ફ્યુચરનો સવાલ છે.

        મારી પાસે તો આવું કંઈ રમતગમતનું બહાનું પણ નહોતુ . તેથી મે લખ્યું હતું કે રાઈનો પર્વત દક્ષિણ ગુજરાતમાં આવેલો છે.આ પર્વત પર રાઈના વૃક્ષો ઘણાં આવેલા હોવાથી એને રાઈનો પર્વત કેહવામાં આવે છે.આ પર્વત દેશનો સૌથી ઊંચામાં ઊંચોપર્વત છે. ભગવાન બુદ્ધે પણ આ પર્વત પર તપ કર્યુ હતું. રાઈના ઝાડ નિચે  એમને જ્ઞાન મળ્યું હતું. મહાત્મા ગાંધીજી પણ આ પર્વત પર ચઢી આવ્યા હતા.

No comments:

Post a Comment