Friday 27 March 2015

My trip to Ajanta ellora અજંતામાં પેઇન્ટીંગ છે કે શિલ્પકલા ૟ પત્નીને હજુ પણ પેઇન્ટીગનો શોખ યથાવત્ છે પણ મારો શોખ શું હતો તે વાત પણ જોબની દોડધામમા હું ભુલી ચૂક્યો છું. તેથી એણે અજંતા-એલોરા જવાનુ નક્કી કર્યુ કે તરત મે ઇ ટીવી હૈદરાબાદમા મરાઠી ચેનલમાં કામ કરતા મારા મિત્ર શૈલેષ લાંબેને ફોન જોડ્યો. તે ઘણી વખત મને ત્યા ફરવા આવવા માટે કહેતો પરંતુ તે કંઈ શક્ય બનતુ નહોતું. પરંતુ ત્યાં જતા પહેલા તેની સલાહ જરૂર કામ આવી લાગી. સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની જાત્રા, મે ડરતા ડરતા મહારાષ્ટ્ર ટુરીઝમ કોર્પોરેશનની હોટેલ બુક કરાવી સરકારી હોવા છતાં સુવિધા ઘણી સારી હતી. મારી આદત મુજબ મે ત્યાં જતા પહેલા કેટલીક મરાઠી બુક વાંચી જેમાં અજંતા પોતાના પેઇન્ટીંગ માટે પ્રસિદ્ધ હોવાનું લખ્યુ હતું. મારા ઓફિસના મિત્રોને આ વાત જણાવતા મારી હાંસી ઉડાવી કેટલાંક તો ત્યા જઈ પણ આવ્યા હતા. જો કે ત્યાં કોઈ ગાઇડ વગર જઈએ તો ખરેખર શિલ્પકળાના નમુનાઓ છે એવું જ લાગે. પરંતુ પુસ્તકના વાંચને મને આ ભુલ કરતા અટકાવી દિધો. 

મુંબઈથી ઔરંગાબાદ વાધના શિકાર કરવા માટે નિકળેલા એક અંગ્રેજ ઓફિસરે 1819 માં આ ગુફાઓ શોધી કાઢી હતી. ત્યારબાદ તેણે હૈદરાબાદના નિઝામને આ અંગે માહિતી આપી હતી તે વખતે આ પ્રદેશ નિઝામ સરકારના તાબા હેઠળ હતો. ત્યારબાદ ભારતનો આ વિસરાઇ ગયેલો ભવ્ય વારસો ફરીથી લોકો સમક્ષ આવ્યો હતો. ઇસ પૂર્વે 400 થી માંડીને ઈસવીસન 700 સુધી અહિની ગુફાઓમાં વિવિધ શિલ્પકલા અને પેઇન્ટીંગની પ્રવૃત્તીઓ ચાલી હતી. સાતમી સદીમાં ભારત આવેલા ચીની પ્રવાસીએ અહીની વિશાળ પ્રવૃત્તીઓ અંગે પોતાની પ્રવાસનોંધમાં લખ્યું છે તેના પરથી જ આ સ્થળે કેટલી ભવ્ય પ્રવૃત્તીઓની જાણકારીનો ક્યાસ લગાવી શકાય છે. મોટા ભાગની ગુફાઓમાં ભગવાન બુદ્ધના જીવન કાર્ય અંગેના ચિત્રો છે તેમ છતાંય કલાકારોએ તેની આસપાસના સમાજ જીવનનું પણ ઝીણુ-ઝીણુ ચિત્રણ કર્યુ છે. જે પ્રકારના ચિત્રો હતા તેના પરથી એવુ પ્રતિત થાય છે કે કલાકારોને ઘણી છૂટ હતી. વળી અહિ વસતા બૌદ્ધ ભિક્ષુઓએ આ બધા ચિત્રો દોર્યા હતા. એક ભિક્ષુ તો સંન્યાસી હોય તેમ છતાંય આનંદ પ્રમાદની તમામ વસ્તુઓનું ચિત્રણ જરૂર આશ્ચર્ય પમાડે છે. શીર્ડીથી માત્ર 100 કિલોમીટર એલોરા પહોંચયા ત્યારે ત્રણ રસ્તા પાસે બોર્ડ હતું કે શીર્ડી 100 કિલોમીટર. મારા એક રિલેટીવ તરત બોલ્યા કેટલી વખત શીડીર્મા આવી ગયા પરંતુ ત્યા આટલી નજીક મહારાષ્ટ્રમાં આટલી સારી જગ્યા છે તેની ખબર જ નહોતી. મને પણ નકક્ષામાં અજંતા જળગાવથી માત્ર 50 કિલોમીટર દૂર છે તે જાણીને આશ્ચર્ય થયુ હતું. એલોરા પહોંચ્યા તે પહેલા રસ્તામાં અમને દેવગિરિ કિલ્લાની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. 

દેવગિરિ એટલે જ દોલતાબાદ એ જાણીને મને ત્યાં ફરવાની બહુ મજા આવી,મોહમ્મદ તુગલકે પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડવાની નિષ્ફળ કવાયત આદરી હતી. તે કંઈ અમસ્થી જ નહોતી. જો કે તે કિલ્લો ચઢવામાં અમે એટલા બધા થાકી ગયા હતા કે એલોરામા અમારા પગે જવાબ આપી દિધો. કૈલાસ ગુફા એલોરામાં હિંદુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ઘર્મોની ગુફાઓ આવેલી છે. પરંતુ અમારી હાલત જોતા ડ્રાઇવરે અમને માત્ર કૈલાશ ગુફામાં જઈને આવશો તો પણ ચાલશે એવી સલાહ આપી હતી. તેની વાત સાચી હતી. અંદાજે 200 વર્ષ સુધી સાત શિલ્પકારોની પેઢીઓએ અહી પથ્થરોને આકાર આપવાનું કામ કર્યુ હતું. આ શિવમદિર કેટલું ભવ્ય હશે તે તેની આજની હાલત જોતા અંદાજો આવતો હતો. અહિ પણ પેઇન્ટીંગ હતુ પરંતુ તે સાવ નષ્ટપ્રાય થઈ ચૂક્યુ હતું. શુ સરકાર કોઈ એક ગુફાને અગાઉ હતી તેવી ભવ્ય ન બનાવી શકે જેથી અહિ આવનાર લોકોને ખરેખર તે સમયની ભવ્ય તાનો ખ્યાલ આવી શકે એવી મારી પત્નીએ મને કહ્યું પરંતુ સરકારના વિભાગોને આ વાત કોણ કહે. કદાચ એમનો આ અંગે ભિન્ન મત હોઈ શકે. કૈલાસ ગુફામાં રામાયણ અને મહાભારતની કથાનું વર્ણન કરતા નાના-નાના શિલ્પકામ જોવાની ખુબ મજા આવી. અજંતામાં અમારા ગાઇડે કહ્યું કે ગોરા લોકો બહુ મગજ ખાઇ જાય. અમને તો થોડી ઘણી માહિતી હતી તેથી ફટાફટ એક ગુફામાંથી બીજી ગુફામાં જતા હતા પણ કેટલાંક ગોરા વિદેશીઓ પાસે અલગ-અલગ સાત જેટલા કેમેરાની, પથ્થરની ઉમંર માપવાનું મશીન બધુ જ હતું. અમારા સગાઓએ તો કૈલાસ ગુફા બાદ એલોરામાં અન્ય ગુફા જોવાની ના પાડી દિધી હુ અને મારી પત્ની હિંમત કરીને બૌદ્ધ ગુફાઓ જોઈ આવ્યા. પણ બધી જગ્યાએ એ જ પદ્મપાણી અને વ્રજપાણી જોઈને અમને પણ થોડો કંટાળો આવ્યો. પગ પણ જવાબ આપતા હતા તેથી અનિચ્છાએ પાછા વળ્યા. ઔરંગઝેબ અને ઔરંગાબાદ પરત ફરતી વખતે અમને ઔરંગઝેબની કબરને જોવા માટે લઈ જશે એવુ ડ્રાઇવરે કહ્યું હતું પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક હોવાને કારણે બીજા રસ્તે જવુ પડ્યુ રાત્રે અમારી મુંબઈ પરત ફરવાની ટ્રેન પણ પકડવાની હતી. તેથી અમારા મને કમને ડ્રાઇવરની વાત માનવા સિવાય છૂટકો જ નહોતા. અહિ આવવા માંગતા મારા અન્ય મિત્રોને મારી સલાહ છે કે તેમની સાથે એવુ ન થાય એ માટે અજંતા-એલોરા ત્રણ દિવસનો સમય લઈને આવે તો જ શાંતીથી બધે ફરી શકાય. ઇલોરા આવતા પહેલા સવારે અમને બીબી કા મકબરામાં પણ લઈ ગયા હતા. જે આગ્રાના તાજમહાલની પ્રતિકૃતી સમાન છે. ઔરંગઝેબ આવા બધા ખોટા ખર્ચા દેખાડા કરનારો બાદશાહ નહોતો. તો પછી આ શા માટે બનાવ્યુ જો કે ત્યાં જોતા ખબર પડી કે તેને ઔરંગઝેબે નહિ પરંતુ તેના પુત્રએ માતા માટે બનાવ્યુ હતું. શિવાજીને અંકુશમાં લેવા માટે મુઘલ બાદશાહ ઔરંગઝેબ અહિ 20 વર્ષ સુધી રહ્યો હતો. શિવાજીને તો તે જીવતો પકડી ન શક્યો પરંતુ મુઘલ શાસનના પાયા જરૂર હચમચી ગયા હતા. ઔરંગાબાદમાં આવેલા શિવાજી મ્યુઝીયમ અને પણચક્કી પણ બતાડવામાં આવી. ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર ટુરીઝમની હોટેલની રેસ્ટોરામાં તીખુ તમતમતુ ખાવાની પણ બહુ મજા આવતી હતી. અમે ક્યારે હોટેલ પહોંચીએ અને જમીએ એની રાહ જોતા. વળી ખાવા ઉપરાંત પીવા માટે પણ કોઈ પ્રતિબંધ નહોતો તેથી સુરતથી આવનારા અમારા રિલેટીવને તો જાણે સ્વર્ગ મળ્યું હોય તેવો ઘાટ હતો. ત્રણેય દિવસ પાર્ટીઓ કરી અને મુંબઈ પરત ફર્યા

No comments:

Post a Comment